Friday - Jun 12, 2026

મોરબીનું ઉમા મેડિકલની રાહતરૂપી મેડિકલ સેવાથી લોકોને 6 કરોડની બચત થઈ દરરોજ 900 લોકોને અપાતી દવા, વર્ષમાં 3 લાખથી વધુ લોકોને દવાનો લાભ મળ્યો દવા, લેબોરેટરી ટેસ્ટ, ઓપીડીમાં મદદરૂપ બનતું ઉમા મેડિકલ

મોરબીનું ઉમા મેડિકલની રાહતરૂપી મેડિકલ સેવાથી લોકોને 6 કરોડની બચત થઈ

દરરોજ 900 લોકોને અપાતી દવા, વર્ષમાં 3 લાખથી વધુ લોકોને દવાનો લાભ મળ્યો

દવા, લેબોરેટરી ટેસ્ટ, ઓપીડીમાં મદદરૂપ બનતું ઉમા મેડિકલ

મોરબીમાં કોરોનાની બીજી લહેરમાં મોતનું તાંડવ થયું હતું. તે સમયે મેડીકલ સેવાની મોટી ખોટ વર્તાય હતી. આથી ત્યારબાદ લોકોને રાહતરૂપી મેડિકલ સેવા આપવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉમા મેડિકલ સ્ટોર શરૂ કર્યું હતું. જેમાં દવા, લેબોરેટરી ટેસ્ટ અને ઓપીડી સહિતની લોકોને રાહતરૂપી મેડિકલ સેવા પ્રદાન કરવામાં આવે છે. જેનાથી અત્યાર સુધીમાં સામાન્ય વર્ગને સારી મેડિકલ સુવિધા મળવાની સાથે કોરોડો રૂપિયાની બચત થઈ છે. બહુ જ ઓછા ખર્ચે સામાન્ય વર્ગના લોકોને મેડિકલ સેવા મળી છે.

મોરબીના પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા સામાન્ય વર્ગના લોકોના રાહતમાં મેડિકલ સેવા આપવા માટે ઉમા મેડિકલ છેલ્લા દોઢ વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે. સામાન્ય વર્ગના લોકોને આ ઉમા મેડિકલમાં દવા, લેબોરેટરી અને ઓપીડીની સેવા પ્રાપ્ત થાય છે. જે હોસ્પિટલમાં મેડિકલ સેવા મળવામાં લાખોનો ખર્ચ થવાનો હોય એમાં લોકોને નજીવ  દરે સારી મેડિકલ સેવા તો મળી છે. ઉપરાંત કરોડોની બચત થઈ છે. જે મોંઘા ભાવની મેડિકલ સેવા અન્ય જગ્યા મળે છે એના કરતા ઘણા ઓછા ખર્ચે આ ઉમા મેડિકલમાં દવા, લેબોરેટરી તેમજ ઓપડીની સેવા મળે છે. જેમાં 2022-23માં સામાન્ય વર્ગના લોકોને આ ઉમા મેડીકલની સેવાથી અંદાજે 6 કરોડનો ફાયદો થયો છે. દરરોજ 900 લોકોને દવા આપવામાં આવે છે. વર્ષમાં 3 લાખથી વધુ લોકોને દવાનો લાભ મળ્યો છે.

મોરબીનું ઉમા મેડિકલની રાહતરૂપી મેડિકલ સેવાથી લોકોને 6 કરોડની બચત થઈ

દરરોજ 900 લોકોને અપાતી દવા, વર્ષમાં 3 લાખથી વધુ લોકોને દવાનો લાભ મળ્યો

દવા, લેબોરેટરી ટેસ્ટ, ઓપીડીમાં મદદરૂપ બનતું ઉમા મેડિકલ

ઉમા મેડિકલ સવારે 8થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. એ. કે. પટેલ, બેચરભાઈ હોથી, ત્રબેંકભાઈ ફેફર અને વસંતભાઈ કાંજિયા આ મેડિકલ સ્ટોરના ટ્રસ્ટીઓ છે. ખાસ કરીને સ્ટાન્ડર્ડ દવામાં 20 ટકાથી 70 ટકાની રાહત હોય છે અને જનરલ દવામાં 80થી 96 ટકા સુધીની રાહત આપવામાં આવે છે.કોરોના બાદ પાટીદાર સમાજના અગ્રણીઓને સામાન્ય વર્ગના લોકો રાહતમાં મેડિકલ સેવા આપવાનો ઉમદા વિચાર આવ્યો એમાંથી આ મેડિકલ સેવાનો જન્મ થયો હતો. અંદાજે 90 લાખ રૂપિયાનું પાટીદાર સમાજના દાતા તરફથી દાન આપવામાં આવ્યું હતું એનાથી આ મેડિકલ શરૂ કરાયું છે. 

શરૂઆતમાં છ મહિના આ ઉમા મેડિકલને ચાલુ રાખવામાં ખોટ આવતી હતી. જે પ્રકારે રાહત દવામાં આપવામાં આવે છે તેમાં ખોટ આવી સ્વભાવિક છે. આમ છતાં સામાન્ય વર્ગના લોકો માટે આ મેડિકલ ચાલુ રખાયું હતું.હાલમાં તમામ પ્રકારના દવાના નિદાન થાય છે અને ઓપીડીમાં તબીબ દ્વારા ટોકન દરે 50 દર્દીઓને તપાસીને સારવાર કરવામાં આવે છે.
 
મોરબીનું ઉમા મેડિકલની રાહતરૂપી મેડિકલ સેવાથી લોકોને 6 કરોડની બચત થઈ

દરરોજ 900 લોકોને અપાતી દવા, વર્ષમાં 3 લાખથી વધુ લોકોને દવાનો લાભ મળ્યો

દવા, લેબોરેટરી ટેસ્ટ, ઓપીડીમાં મદદરૂપ બનતું ઉમા મેડિકલ

શહેરમાં નાનામાં નાના દવાખાનમાં તબીબી સેવાનો 100 રૂપિયા ખર્ચ થાય છે અને મોટી હોસ્પિટલમાં તો ખાલી ડોકટરને બતાવવાના 400થી વધુ રૂપિયા લેવાતા હોય છે. ત્યારે ઉમા મેડિકલમાં માત્ર 50 રૂપિયામાં તબીબી સેવા પ્રદાન કરવામાં આવે છે. એટલે વર્ષે દહાડે લોકોને ડોકટરને બતાવવામાં કરોડોની બચત થાય છે.

ઉમા મેડીકલમાં તબીબી સેવા, દવા અને લેબોરેટરી ચાલુ છે અને લેબોરેટરીમાં દરરોજ 70 દર્દીઓના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. બીજી લેબોરેટરીમાં 200થી 1 હજાર જેવો ખર્ચ થાય છે. જ્યારે આ મેડીકલમાં માત્ર 50 રૂપિયામાં લેબોરેટરી કરી આપવામાં આવે છે. દવા  ઉપર આ મેડિકલ દ્વારા માત્ર 6 ટકાનું જ માર્જિન રાખવામાં આવે છે.

મોરબીનું ઉમા મેડિકલની રાહતરૂપી મેડિકલ સેવાથી લોકોને 6 કરોડની બચત થઈ

દરરોજ 900 લોકોને અપાતી દવા, વર્ષમાં 3 લાખથી વધુ લોકોને દવાનો લાભ મળ્યો

દવા, લેબોરેટરી ટેસ્ટ, ઓપીડીમાં મદદરૂપ બનતું ઉમા મેડિકલ