મોરબી : ટંકારા તાલુકાના બંગાવડી ગામની સીમમાં આવેલ વિપુલભાઈ મગનભાઈ મેંદપરાની વાડીએ ખેતમજૂરી કરતા રાકેશભાઈ જેતુભાઈ ચૌહાણનો ત્રણ વર્ષનો પુત્ર સજ્જન રાકેશભાઈ ચૌહાણ વાડીની ઓરડી પાસે રમતો હતો ત્યારે રમતા -રમતા વાડીની પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.