મોરબીના રવાપર રોડ ઉપર યુવાનને રોકી મારી ગાડી સાથે કેમ ગાડી ભટકાડી તેમ કહી બે શખ્સોએ છરી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રહેતા દર્શીતભાઈ ચંદ્રેશભાઈ ઓગાણજા ગાડી લઈને જતા હતા ત્યારે આશિષભાઈ હેમંતભાઈ આદ્રોજા અને એક અજાણ્યા માણસે રવાપર રોડ ઉપર વૈદેહી પ્લાઝા એપાર્ટમેન્ટ પાસે ગાડી ઉભી રખાવી મારી ગાડી સાથે કેમ ગાડી ભટકાડી તેમ કહી છરીના ઘા ઝીકી દેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.