Friday - May 15, 2026

મોરબીના જેતપર ગામેં જુગારની મહેફિલ પર એલસીબીનો દરોડો, 9 ઝડપાયા, 4 ફરાર

મોરબીના જેતપર ગામેં જુગારની મહેફિલ પર એલસીબીનો દરોડો, 9 ઝડપાયા, 4 ફરાર

રોકડા રૂ.70,100 સહિત રૂ.1,20,100નો મુદામાલ કબ્જે

મોરબી : મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન જેતપર ગામની સીમમાં દેવળીયા જવાના રસ્તે સરકારી ખરાબાની પડતર જગ્યામાં જુગારની મહેફિલ પર દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.બનાવ સ્થળેથી પોલીસે 9 આરોપીઓને રોકડા રૂપિયા 70,100 સહિત કુલ રૂપિયા 1,20,100નો મુદ્દામાલ કબ્જે કરી નવ આરોપીની ધરપકડ કરી હતી જ્યારે ચાર આરોપીઓ નાસી ગયા હતા.

મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોરબીના જેતપર ગામની સીમમાં જેતપરથી દેવળીયા ગામ તરફ જતા માર્ગ પર સરકારી ખરાબાની પડતર જમીનમાં જુગારની મહેફિલ જામી છે.જે બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડતા બનાવ સ્થળે જુગાર રમી રહેલા આરોપી રણજીતભાઇ મનસુખભાઇ પટેલ, રહે.વેણાસર તા.માળીયા અભયભાઇ ભગવાનજીભાઇ પટેલ રહે.જેતપર તા.જી.મોરબી, અશ્વિનભાઇ હીરજીભાઇ પટેલ રહે.રવાપર તા.જી.મોરબી, ધર્મેન્દ્રભાઇ ગોકળભાઇ કોળી રહે.જેતપર તા.જી.મોરબી, માનસીંગભાઇ દેવાભાઇ કોળી રહે.વવાણીયા તા.માળીયા, નિપુલભાઇ જેન્તીભાઇ પટેલ રહે.મહેન્દ્રનગર તા.જી.મોરબી, મયંકભાઇ તળશીભાઇ પટેલ રહે.મહેન્દ્રનગર તા.જી.મોરબી, રાહુલભાઇ મનહરભાઇ બોસીયા, રહે.જેતપર તા.જી.મોરબી અને આરોપી, મેહુલભાઇ લાભુભાઇ પટેલ રહે.મહેન્દ્રનગર તા.જી.મોરબી વાળાઓ રોકડા રૂપિયા 70,100 સાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન આરોપી રાજુભાઇ કંડીયા (પાઉભાજીવાળા) રહે.જેતપર તા.જી.મોરબી, ઢેકરી અઘારા રહે. જેતપર તા.જી.મોરબી અને રૂપેશ ઉર્ફે રૂપો કલોલા રહે.જેતપર તા.જી.મોરબી વાળાઓ નાસી જતા કુલ 13 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી કુલ રૂપિયા 1,20,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.