Friday - May 15, 2026

મોરબીના પીપળીમાં લાઈટબીલ ભરવાનું કહેતા પુત્રએ પત્ની અને મિત્ર સાથે મળીને પિતા પર હુમલો કર્યો

મોરબીના પીપળીમાં લાઈટબીલ ભરવાનું કહેતા પુત્રએ પત્ની અને મિત્ર સાથે મળીને પિતા પર હુમલો કર્યો

પુત્રના મિત્ર વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ

મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામની માનસધામ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના પુત્રને મકાનનું લાઈટબીલ ભરવાનું કહેતા પુત્ર, પુત્રવધુ અને પુત્રના મિત્રએ લાકડાના ધોકા વડે માર મારી ઘરમાં તોડફોડ કરી નુકશાન કરવાની સાથે પુત્રના મિત્રએ આધેડને જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાયો છે.

મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલ માનસધામ સોસાયટી-2માં રહેતા ફરિયાદી શિવાભાઈ ગલાભાઈ રાઠોડ ઉ.વ.50 નામના આધેડે આરોપી એવા પુત્ર જિતેન્દ્ર શિવાભાઇ રાઠોડને પોતાના ઘરનું લાઈટબીલ ભરવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા પુત્રએ બેફામ ગાળો આપી હતી અને આરોપી પુત્રવધુ લતાબેન જીતેન્દ્રભાઈ રાઠોડે આરોપી મુકેશ ડાભી રહે.લખધીરપુર વાળાને બોલાવતા આરોપીઓએ લાકડાના ધોકા વડે ઇજા કરી મકાનમાં તોડફોડ કરવાની સાથે આરોપી મુકેશ ડાભીએ ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.