Saturday - May 16, 2026

મોરબીના શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે પોણા બે કરોડની ઠગાઈ

મોરબીના શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે પોણા બે કરોડની ઠગાઈ

મોરબીનાનાની વાવડી ગામે રહેતા વેપારીને શેરબજારમાં ઓનલાઈન રોકાણના બહાને વોટ્સએપ અને  બેન્ક એકાઉન્ટ નંબરના ધારકો સહિત 13
વ્યક્તિઓએ શિશામાં ઉતાર્યા હતા. જેમાં આ ભેજાબાજોએ ચાલાકીથી ઓનલાઈન બધી વિગતો મેળવીને આશરે પોણા બે કરોડની ઠગાઈ આચરી છે. આથી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં  હાલ 13 બેન્ક એકાઉન્ટ ધારકો અને વ્હોટએપ ધારકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના નાની વાવડી ગામે રહેતા જયદીપ ગોરધનભાઇ અદ્રોજા ઉ વ.31નામના યુવાનને શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરવાની લાલચ ભારે પડી છે. એક ભાજબાજ ટોળકીએ વેપારીને ફસાવીને ઓનલાઈન ફ્રોડ કર્યું છે. આ ભેજાબાજ ટોળકીએ વેપારીની બધી ઓનલાઈન વિગતો અને ડેટા મેળવીને પોણા બે કરોડનું ફૂલેકુ ફેરવ્યું છે. જેમાં છેલ્લા બે મહિનામાં વોટ્સએપ નંબર ધારક, Hdfc Bank એકાઉન્ટ નંબર, SBI Bank ના એકાઉન્ટ નંબર સહિત જુદી જુદી પ્રતિષ્ઠિત બેંકોના એકાઉન્ટ ધારકોએ મળીને 13 વ્યક્તિઓ સામે રૂ. 1,76,42,580ની છેતરપિંડી આચરી નાણાં પરત નહિ કરતા સાયબરક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ ઓનલાઈન ફ્રોડમાં કેટલા વ્યક્તિઓ હતા તેનો સાઇબર ક્રાઈમ ટિમ તાગ મેળવી છે. વેપારીએ તો તેમની સાથે ઓનલાઈન જે રીતે ફ્રોડ થયું તેની સંપૂર્ણ વિગતો પોલીસને આપી છે. આથી ડાઈબર ક્રાઈમની ટીમે  તમામ ઓનલાઈન ડેટાના આધારે ભેજાબાજોનું પગેરું દબાવવાનો કવાયત હાથ ધરી છે.