વાંકાનેર તાલુકાના કાનપર ગામનું શિક્ષણ એટલું બધું સર્વોત્તમ છે કે આ શાળાનું શિક્ષણ મોરબી જિલ્લા કક્ષાએ મોખરાનું સ્થાન છે. દર વખતે આ શાળાનો જિલ્લા કક્ષાએ 1 થી 3 નંબર આવે છે. સૌથી મોટી વાત એ છે કે ગામના સરપંચ મહિલા હોવાની સાથે મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે. પણ આ મહિલા ભણી ગણીને આગળ વધી તેઓ હાલ બીકોમ એલ એલ બી સુધી શિક્ષણ મેળવીને તેમના પરિવારના સાત સભ્યો પણ ડોકટર છે. આ ઉપરાંત ગામની શાળામાં ભણી ગયેલા હોય તેવા 800ની વસ્તીમાંથી 20 ડોક્ટર છે. આજ શિક્ષણની મોટી સિદ્ધિ છે.
વાંકાનેર તાલુકાના કાનપર ગામના સરપંચ અશ્માબાનુ મહેબુબભાઇ બાદીએ જણાવ્યું હતું કે, તેમનું ગામ રાજાશાહી વખતનું અને ગામની 800 જેટલી વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેતી હોય અને આટલી વસ્તી ખેતી પર નિર્ભર હોવા છતાં કેનાલની સુવિધા ન હોવાથી ખેતી માટે સિંચાઇ માટે પાણી ન મળતા આ ગામની ખેતી વરસાદ આધારિત છે. વરસાદ થાય ત્યારે એક પાક લઈ શકાય છે. જો કે આ ગામમાં આરોગ્ય કેન્દ્ર નથી. ગામના સરપંચ મહિલા હોવાની સાથે તેઓ બી કોમ એલ એલ બી સુધી ભણેલા એટલે ડબલ ગેજ્યુએટ છે. ગામની શાળાનું શિક્ષણ ખાનગી કરતા પણ બહેતર છે. એટલે ગામનો એકપણ વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલમાં જતો નથી. એ ખૂબ જ સારી વાત છે. આ શાળામાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ સારા હોદા પર હોય જેમાં 20 તો ડોકટર અને બધા જુદા જુદા વિભાગમાં છે કોઈ એમ એસ કોઇ એમબીબીએસ. કોઈ બાળરોગ કોઈ એમ ડી મેડિસન કોઈ ન્યૂરો એમ બધા અલગ અલગ વિભાગમાં પોતાની સેવા આપે છે કાનપર ગામમા પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. જેમાં સરકારી ચોપડે નર્મદા નીર આવી જાય ગયાનું બોલે છે. પણ હકીકતમાં નર્મદાનું પાણી હજુ આ ગામમાં પહોંચ્યું જ નથી.એટલે ગામને બોરનું ક્ષારયુક્ત પાણી પીવું પડે છે. જ્યારે નર્મદાનું પાણી મેળવવા માટે નવા સંપનું કામ ચાલુ છે. જ્યારે ગામના 90 ટકા રસ્તા અને ભૂગર્ભ ગટર તૈયાર હોય અમુક રસ્તા જ બાકી છે. એનું કામ હજુ ચાલુ છે. કચરા નિકાલ માટે વાહન આપ્યું ન હોવાથી પંચાયત દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવે છે.