મોરબીના રેલવે સ્ટેશન પાછળ આવેલ રોહિદાસપરા વિસ્તારમા ફિલ્ટર પાણીના જગ વેચાણ કરતા વેપારીના ભાઈને તું કેમ અમારા ઘેર પાણીનો જગ નથી મૂકી જતો કહી મહિલા બોલાચાલી કરતી હોય ત્યારે મહિલાના પુત્રએ માથામાં લાકડાનો ધોકો ફટકારી ઇજા પહોંચાડતા સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.
મોરબીના રોહિદાસપરામા રહેતા પાર્વતીબેન મોતીભાઈ કાટીયાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મોટા પુત્ર કાંતિભાઈ ફિલ્ટર પાણીના જગ મંગાવી વેચાણ કરતા હોય પણ પડોશમાં રહેતા હીનાબેન નામના મહિલા મોટેથી બુમો પાડી બોલી અમારા ઘેર પાણીનો જગ આપી જવાનું કહેતા હોય પાર્વતીબેને જવાબ ન આપતા હીનાબેને વધુ ઊંચેથી બોલતા અંતે પાર્વતીબેનના નાના પુત્ર જયેશભાઈએ ઘરની બહાર આવીને મારા ભાઈ બહાર ગયા હોય ઉપરથીમને મજા નથી તો પરિસ્થિતિ સમજવાનું કહ્યું હતું. દરમિયાન હીનાબેનનો પુત્ર રાહુલ ખીમજીભાઈ શ્રીમાળી અચાનક ધસી આવી જયેશભાઈને માથામાં લાકડું ફટકારી માર્ટા જયેશભાઈને માથામાં ફ્રેક્ચર થતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.