હળવદ નગરપાલિકામાં કાયમી અને હંગામી કર્મચારીઓ વચ્ચે અસ્તિત્વની લડાઈ જામી છે. જેમાં કાયમી કર્મચારીઓએ રોજમદાર કર્મચારીઓ ઉપર દાદાગીરીનો આરોપ મૂકી કડક પગલાં લેવા રજુઆત કરતા ચીફ ઓફિસરે તાત્કાલિક હંગામી કર્મીઓને છુટા કરી દેતા રોજમદાર કર્મીઓ વિફર્યા હતા અને નગરપાલિકા સામે રોજમદાર કર્મીઓએ એલાને જંગ છેડયો છે.
હળવદ નગરપાલિકા દ્વારા સફાઈના વાહનના બે ડ્રાઇવર તેમજ હંગામી કર્મચારીને ફરજમાંથી છુટ્ટા કરી દેવાતા રોજમદાર સફાઈ કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. અને આજથી પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે સાવન મારુડાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી છુટ્ટા કરાયેલા રોજમદાર કર્મચારીને માન સન્માન સાથે નોકરીમાં પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારા પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે.તેવો નીર્ધાર કર્યો છે. હળવદ પાલિકામાં રોજમદાર કર્મચારી પર કાયમી કર્મચારી સાથે ગેરવર્તનનાં આક્ષેપ સાથે છૂટા કરવામાં આવતા રોજમદાર કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.