Thursday - Jun 18, 2026

મોરબીમાં તું અન્યો સાથે કેમ વાતો કરે છે પતિએ પત્ની અને પુત્રીને લાકડાની પટ્ટી ફટકારી

મોરબીમાં તું અન્યો સાથે કેમ વાતો કરે છે પતિએ પત્ની અને પુત્રીને લાકડાની પટ્ટી ફટકારી

પત્ની પર ખોટી શંકા કરી પતિએ અડધી રાત્રે ઝઘડો કરી પત્ની અને સંતાનોને ઘર બહાર કાઢ્યા બાદ હુમલો કરતા પુત્રીનું માથું ફૂટયું

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં રહેતા પરિણીતા પર શંકા કરી પતિએ અડધી રાત્રે ઝઘડો કરી પત્ની અને સંતાનોને ઘર બહાર કાઢ્યા બાદ પત્ની તેમજ સગીર પુત્રીને લાકડાની પટ્ટી ફટકારી દેતા પુત્રીનું માથું ફૂટી ગયું હતું. આ બનાવ અંગે પરિણીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ગીતાબેન અરવિંદભાઈ સાવરિયાએ આરોપી એવા પતિ અરવિંદભાઈ જેરામભાઈ સાવરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ ઘરકામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે જેમાં ગઈકાલે મોડીરાત્રે ઘેર આવેલ તેમના પતિએ ઝઘડો કરી તું અન્યો સાથે કેમ વાતો કરે છે કહી વહેમ શંકા રાખી ગાળો આપી ઘરની બહાર નીકળી જવા કહેતા ગીતાબેન તેમની સગીર પુત્રી સાથે ઘર બહાર નીકળી ઓટા પર બેઠા હતા ત્યારે આરોપીએ લાકડાની પટ્ટી વડે હુમલો કરી સગીર દીકરીનું માથું ફોડી નાખ્યુ હતું.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.