Thursday - Jun 18, 2026

હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત

હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે ગત તા.17ના રોજ સાંજના સમયે તળાવમાં ન્હાવા પડેલા મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગંજીપુરા ગામે રહેતા નઈમહૈદર સલાઉદીન ફકીર ઉ.વ.25 નામના યુવકનો પગ લપસી જતા તળાવના ઊંડા પાણીમાં ગરક થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.  આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.