Sunday - May 03, 2026

કેમ ઉછીના પૈસા લાવ્યા અને કોની પાસેથી પૈસા લાવ્યા છો ? તેમ પત્નીએ કહેતા પતિએ કર્યું વિષપાન

કેમ ઉછીના પૈસા લાવ્યા અને કોની પાસેથી પૈસા લાવ્યા છો ? તેમ પત્નીએ કહેતા પતિએ કર્યું વિષપાન

હળવદના રણમલપુરના આધેડે ઝેરી દવા પીને આપઘાત કર્યો

હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા આધેડ ખેડૂતે કોઈ પાસેથી રૂપિયા દોઢ લાખ ઉછીના લીધા હોય તેમના પત્નીએ પૈસા શા માટે ઉછીના લીધા તેવો સવાલ પૂછતાં મનોમન લાગી આવતા આધેડ ખેડૂતે પોતાની વાડીએ દવા પી લેતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા દિલીપભાઈ હરજીભાઈ વરમોરા ઉ.વ.52 કોઈ વ્યક્તિ પાસેથી દોઢ લાખ હાથ ઉછીના લઈ ઘેર જતા તેમના પત્નીએ પુછેલ કે કેમ ઉછીના પૈસા લાવ્યા છો અને કોની પાસેથી પૈસા લાવ્યા છો ? જેથી દિલીપભાઈને મનોમન લાગી આવતા પોતાની વાડીએ જઈ ઝેરી દવા પી લીધી હતી.ઘટના બાદ દિલોપભાઈને સારવાર માટે ધ્રાંગધ્રા જિંદગી નામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.