Saturday - May 02, 2026

મે છુટાછેડા આપ્યા હોય તેની સાથે ના પાડી છતાં સગાઈ કેમ કરી ? કહી પૂર્વ પતિનો યુવાનના પિતા પર હુમલો

મે છુટાછેડા આપ્યા હોય તેની સાથે ના પાડી છતાં સગાઈ કેમ કરી ? કહી પૂર્વ પતિનો યુવાનના પિતા પર હુમલો

મોરબીના રાજપર ગામે પાઇપ - ધોકાથી હુમલો કરનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા આધેડ પર શનાળા ગામના બે શખ્સોએ લાકડાના ધોકા હુમલો કરી પોતના પુત્રની સગાઈ આરોપીના છુટાછેડા આપેલ પત્ની સાથે કેમ કરી કહી પાઇપ અને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા સવજીભાઈ દેવજીભાઈ ધોળકિયા ઉ.વ.55એ આરોપી હસમુખ ભરતભાઇ ધોળકિયા અને આરોપી બાવજી રવજીભાઈ ધોળકિયા રહે.બન્ને શક્ત શનાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે બપોરે ફરિયાદી સ્મશાન પાસે આવેલ ચુંબતરામાં ચણ નાખવા ગયા હતા ત્યારે બન્ને આરોપીઓ ત્યાં આવ્યા હતા અને આરોપી હસમુખે કહ્યું હતું કે, તમે તમારા પુત્રની રિદ્ધિ નામની યુવતી સાથે સગાઈ કેમ કરી ? આ રિદ્ધિ મારી પત્ની હોવાનું અને મે તેને છૂટાછેડા આપ્યા છે જેથી તમને સગાઈ કરવાની ના પાડી હતી. છતાં કેમ સગાઈ કરી કહી આરોપીઓએ લોખંડના પાઇપ તેમજ ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.