Saturday - May 02, 2026

મોરબીના વનાળિયા ગામે ભત્રીજાની હત્યા કરનાર કૌટુંબિક કાકા સામે ગુનો દાખલ

મોરબીના વનાળિયા ગામે ભત્રીજાની હત્યા કરનાર કૌટુંબિક કાકા સામે ગુનો દાખલ

મોરબી : મોરબી તાલુકાના વનાળિયા ગામે સ્કૂલ વાળી શેરીમાં જોર જોરથી ગાળો બોલી રહેલ કૌટુંબિક કાકાને ગાળો બોલવાની ના પાડતા કાકાએ કૌટુંબિક ભત્રીજાને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવા મામલે મૃતક યુવકના પિતાએ હત્યારા કાકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા ફરિયાદી ગોરધનભાઇ જગાભાઈ રાઠોડ ઉ.વ.45એ આરોપી સુરેશ કાનજીભાઈ રાઠોડ રહે.વનાળિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપી સુરેશ તા.30ના રોજ રાત્રીના જાહેરમાં જોરજોરથી ગાળો બોલતો હોય ફરિયાદીના પુત્ર મહેશભાઈ ગોરધનભાઇ રાઠોડે ગાળો નહિ બોલવા ઠપકો આપતા આરોપીએ ઉશ્કેરાઈ છરીના ઘા ઝીકી દેતા મહેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગોરધનભાઇની ફરિયાદના આધારે આરોપી સુરેશ કાનજી રાઠોડ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.