Wednesday - Jul 15, 2026

શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિઓ અધૂરી છે? જાણો દેવશિલ્પી વિશ્વકર્માની આ રોચક કથા! સંકલન - પરમ જોલાપરા

શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિઓ અધૂરી છે? જાણો દેવશિલ્પી વિશ્વકર્માની આ રોચક કથા!
સંકલન - પરમ જોલાપરા

ઇન્દ્રદ્યુમ્ન નામક રાજા હતા. એક વાર રાજા ઇન્દ્રદ્યુમ્ન ને સપનામાં જગન્નાથજીના દર્શન થયા. ઘણા ગ્રંથોમાં રાજા ઇન્દ્રદ્યુમ્ન અને તેમના યજ્ઞના વિષય વિસ્તૃતમાં લખેલૂ છે. તેઓએ ત્યાં ઘણા વિશાળ યજ્ઞ અને એક સરોવર બંધાવ્યું. એક રાત ભગવાન વિષ્ણુએ તેમના સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું નીલાંચલ પર્વત ઉપર એક ગુફામાં મારી એક મૂર્તિ છે તેને નીલમાધવ કહે છે. તું એક મંદિર બનાવીને તેમાં મારી તે મૂર્તિ સ્થાપિત કર. રાજાએ પોતાના સેવકોને નીલાંચલ પર્વતની ખોજમાં મોકલ્યા. તેમાંથી એક બ્રાહ્મણ વિદ્યાપતિ હતા

વિદ્યાપતિએ સાંભળ્યું હતું કે સબર કબીલા ના લોકો નીલમાધવ ની પૂજા કરે છે અને તેને પોતાના દેવતા આ મુર્તિ ને નીલાંચલ પર્વતની ગુફામાં સંતાડેલા છે. તે એ પણ જાણતો હતો કે સબર કબિલા ના મુખ્યા વિશ્વવસુ નીલમાધવ ના ઉપાસક છે અને તેમણે જ મૂર્તિને ગુફામાં છુપાવેલા છે. ચતુર વિદ્યાપતિ એ તે મુખ્ય ની કન્યા સાથે વિવાહ કર્યા. અંતે તે પોતાની પત્ની દ્વારા નીલમાધવ ની ગુફા સુધી પહોંચવામાં સફળ થયા. તેણે મૂર્તિ ચોરીને  રાજાને આપી.

વિશ્વવસુ પોતાના આરાધ્યા દેવની મૂર્તિ ચોરી થવાથી દુઃખી થયા. પોતાના ભક્તને દુઃખમાં જોઈને ભગવાન પણ દુઃખી થયા. ભગવાન ગુફામાં પાછા ફર્યા પણ સાથે રાજા ઇન્દ્રદ્યુમ્ન ને વચન આપ્યું કે તે એક દિવસ પાછા જરૂર પડશે પણ શરત એ છે કે તે દિવસ તેમના માટે વિશાળ મંદિર બનાવી દે. રાજાએ મંદિર બનાવી દીધો અને ભગવાન વિષ્ણુ ને મંદિરમાં વિરાજમાન થવા માટે કહ્યું. ભગવાને કહ્યું કે તું મારી મૂર્તિ બનાવવા માટે સમુદ્રમાં તરી રહેલા વૃક્ષના ટુકડા ઉઠાવીને લાવ , જે દ્વારિકા થી સમુદ્રમાં કરીને પુરી આવી રહ્યા છે. રાજાના સેવકોએ તે વૃક્ષના કટકાને તો શોધી લીધા પણ બધા લોક મળીને પણ તે વૃક્ષને ઉઠાવી ન શક્યા. ત્યારે રાજા સમજી ગયા કે નીલમાધવ ના અનન્ય ભક્ત સબર કબીલાના મુખ્યા વિશ્વવસુ ની સહાયતા લેવી પડશે . બધા ત્યારે હેરાન થઈ ગયો જ્યારે વિશ્વવસુ ભારે વજનદાર લાકડાને ઉઠાવીને મંદિર સુધી આવ્યા.

હવે વાત હતી તે લાકડા માંથી ભગવાનની મૂર્તિ બનાવવાની. રાજાના કારીગરો એ ઘણા પ્રયત્નો કર્યા પણ તે લાકડામાંથી મૂર્તિ ન બનાવી શક્યા. ત્યારે સમગ્ર કારીગરો ના ઇષ્ટ ભગવાન શ્રી વિશ્વકર્મા એક વૃદ્ધ વ્યક્તિ નું સ્વરૂપ ધારણ કરી આવ્યા. તેઓએ રાજાને કહ્યું કે તે નીલમાધવની મૂર્તિ બનાવી શકે છે પણ સાથે તેમને શરત રાખી કે 21 દિવસમાં તે મૂર્તિ બનાવશે પણ એકાંતમાં બનાવશે કોઈપણ લોક તેમને દેખી નહી શકે. તેમની શરત માનવામાં આવી. લોકો ને કરવત , હથોડી ના અવાજો આવતા પણ રાજા ઇન્દ્રદ્યુમ્નની ની રાણી પોતાને રોકી ન શકે. તે દરવાજા પાસે ગઈ તો ત્યાં કોઈ અવાજ ન સંભળાયો. તે  ગભરાઈ ગઈ. તેમને લાગ્યું કે તે વૃદ્ધ કારીગર મૃત્યુ પામ્યો છે. તેમને રાજાને સૂચના આપી કે અંદરથી કોઈ અવાજ નથી આવી રહ્યું તો રાજાને પણ તેવું જ લાગ્યું. બધી શરતો અને ચેતવણીઓ ને ભૂલીને રાજાએ તે કમરાના દરવાજાને ખોલવાનો આદેશ આપ્યો.

જ્યાં દરવાજો ખુલ્યો તો તે વૃદ્ધ વ્યક્તિ ગાયબ હતો અને ત્યાં ત્રણ અધૂરી મૂર્તિઓ મળી. ભગવાન નીલમાધવ અને તેમના ભાઈ ના નાના નાના હાથ બનાવ્યા હતા પણ તેમના પગ ન હતા અને સુભદ્રા ના હાથ અને પાવ બંને બનાવ્યા ન હતા. રાજાએ તેને ભગવાનની ઈચ્છા માનીને જ અધુરી મૂર્તિને ત્યાં સ્થાપિત કરી. ત્યારથી લઈને આજ સુધી ત્રણેય ભાઈ બહેન આ જ રૂપમાં વિદ્યમાન છે.

વર્તમાનમાં જે મંદિર જોઈ શકાય છે, તે 7મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જોકે, આ મંદિરનું નિર્માણ ઈસા પૂર્વ 2માં પણ થયું હતું. આ મંદિર 3 વાર તૂટી ચૂક્યું છે. ઇસ. 1174માં ઓડિશાના શાસક અનંગ ભીમદેવે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

(સંદભૅ - પૌરાણિક કથાઓ તેમજ લોકવાયકાઓ)

સંકલન - પરમ જોલાપરા

શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિઓ અધૂરી છે? જાણો દેવશિલ્પી વિશ્વકર્માની આ રોચક કથા!
સંકલન - પરમ જોલાપરા