વાંકાનેરમાં ચા બનાવવા મામલે પતિએ પત્નીને ઢોર માર માર્યાની ફરિયાદ
વાંકાનેર : વાંકાનેર શહેરની મંત્રી સોસાયટીમાં રહેતા પતિએ પોતાની પત્નીને ચા બનાવવાનું કહ્યા બાદ ચા બનાવવામાં વાર લાગતા પત્નીને બેફામ માર મારવાની સાથે વાળ પકડી મારતા માથું દીવાલ સાથે અથડાતા માથાના ભાગે ઇજાઓ થતા પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વાંકાનેર શહેરની મંત્રી સોસાયટીમાં રહેતા જોશનાબેન અશોકભાઈ રાઠોડ ઉ.39 નામના મહિલાએ તેમના પતિ અશોકભાઈ ભીખાભાઇ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.19ના રોજ સવારના અગિયારેક વાગ્યે તેઓ સુતા હતા ત્યારે પતિએ ચા બનાવી આપવાનું કહેતા તેઓ પથારીમાંથી બેઠા થઈ ચા બનાવવા જતા હતા ત્યારે પતિએ ઝઘડો કરી તારે કેટલી વાર સૂવું છે કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું.જેથી પત્નીએ ગાળો આપવાની ના પાડતા ઢીકાપાટુ તેમજ ફડાકા મારી વાળ પકડી ઢસડતા માથું દીવાલ સાથે અથડાતા જોસનાબેનને ઇજા પહોંચી હતી. બનાવ અંગે જોસનાબેનની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે પતિ અશોકભાઈ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.