હળવદ : હળવદ તાલુકાના દેવળીયા ગામ નજીક હાઇવે પર રસ્તો ક્રોસ કરી રહેલા દેવસીભાઈ મોહનભાઇ વડેચા રહે.નવા દેવળીયા વાળાઓને ગત તા.6ના રોજ સાંજના સમયે જીજે - 01 - એચઆર - 1882 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા દેવશીભાઇનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ બાદ કાર ચાલક નાસી જતા અકસ્માત અંગે મૃતકના પુત્ર મેહુલભાઈ વડેચાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.