મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-27ના બજેટના સંદર્ભમાં નાગરિકો પાસેથી તા. 20-12-25 થી 26-01-26 સુધી વેબ સાઇટ પર સૂચનો મેળવવામાં આવ્યા હતા, જે અંતર્ગત મોરબી શહેરના કુલ 149 પ્રબુધ નાગરિકો એ મનપાની વેબ સાઇટ અને કયુઆર કોડ સ્કેન કરી સૂચનો મોકલ્યા હતા. જેમાં લાયબ્રેરી, હેલ્થ, ગાર્ડન, વોટર સપ્લાય, રોડ, બ્રિજ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સહિતના શહેરને વિકાસલક્ષી બનાવવાના સૂચનો મોરબી મનપાને એપ્લિકેશન દ્વારા મળ્યા છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026ના બજેટને અનુલક્ષીને મોરબી શહેરમાં વસવાટ કરતાં નાગરિકો પાસેથી વેબ સાઇટ દ્વારા સૂચનો મેળવવામાં આવ્યા હતા, જેમાં કુલ 149 નગરિકોનો વેબ સાઇટ મારફત જુદી જુદી શાખા ને લગત સૂચનો મોકલ્યા હતા, જે અંતર્ગત જાહેર માર્ગો અને બ્રિજ સંદર્ભે 52 જેટલા આગામી બજેટલક્ષી સૂચનો મળ્યા છે. આ સમગ્ર પક્રિયામાં મોરબી મનપાને શહેરી જનોનો સારો પ્રતિસાદ મળ્યો છે તેમ કહી શકાય છે. મોરબી મહાનગર પાલિકાની વિવિધ શાખાઓ જેમાં ગાર્ડન, લાયબ્રેરી, ઇલેક્ટ્રિક, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, ડ્રેનેજ, વોટર વર્કસ, હેલ્થ, સૌલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સીટી એન્ડ બ્યુટીફીકેશન, લગત સહિતની વિવિધ શાખાને લગત સૂચનો મળ્યા છે, જે અંતર્ગત આગામી સમયમાં મોરબી મનપા દ્વારા વર્ષ 2026-27ના બજેટ માં યોગ્યતા મુજબ શહેરના વિકાસને લગત કામગીરીનો સમાવેશ કરવામાં આવનાર છે.
આ ઉપરાંત વર્ષ 2025-26ના બજેટ માં જે કામગીરી આવરી લેવામાં આવી છે તેની પણ અહી ટૂંક માં વિગતો રજૂ કરેલ છે નવલખી વેજીટેબલ આઇકોનીક રોડની 55 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નાની કેનાલ રોડનું કામ પ્રગતિ હેઠળ છે. ઉમિયા સર્કલ થી નવાબ્રિજની કામગીરી નો રૂ. 75 કરોડના ખર્ચે અધતન બ્રિજની કામગીરીનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, રૂ.50 કરોડના ખર્ચે પાનેલી જળાશયના નવીની કરણનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.