મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે શનાળા વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો દોઢ લાખથી વધુનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન પોલીસને એક પણ આરોપી હાથ લાગ્યો ન હતો. આ દરોડા બાદ કુલ ચાર આરોપીઓને ફરાર દર્શાવવામાં આવ્યા છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે, શનાળા વિસ્તારમાં રહેતો આરોપી મહાવીરસિંહ ધીરૂભા ઝાલા પોતાના મકાનમાં વિદેશી - દારૂ બિયર છુપાવી વેચાણ કરે છે જે બાતમીને આધારે દરોડો પાડતા આરોપીના રહેણાંકમાંથી વિદેશી દારૂની 123 બોટલ તેમજ બિયરના કુલ 63 ટીન મળી કિંમત રૂપિયા 1,55,760નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી 1. મહાવીરસિંહ ધીરુભા ઝાલા રહે.શનાળા 2.હરેશ નરસીભાઈ દેવાયતકા રહે.સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટ 3. સાગર ઉર્ફે લાલો નારણભાઇ ચાવડા રહે.શનાળા અને આરોપી 4. નારણભાઇ આહીર રહે.ભચાઉ કચ્છ વાળાના નામ સામે આવતા ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી ફરાર દર્શાવવામાં આવ્યા હતા.