Monday - May 04, 2026

મોરબીમાં હની ટ્રેપ કેસમાં રૂ.62,63 લાખનો મુદ્દામાલ ભોગ બનનારને પરત અર્પણ

મોરબીમાં હની ટ્રેપ કેસમાં રૂ.62,63 લાખનો મુદ્દામાલ ભોગ બનનારને પરત અર્પણ

એ ડિવિઝન પોલીસે 22 મોબાઈલ સહિત રૂ.62.63 લાખનો મુદ્દામાલ પરત કર્યો

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે 22 મોબાઈલ સહિત રૂ.62.63 લાખનો મુદ્દામાલ પરત કર્યો હતો. મોરબીમાં હની ટ્રેપ કેસમાં રૂ.62,63 લાખનો મુદ્દામાલ ભોગ બનનારને પરત અર્પણ કરાયો હતો.તેરા તુજકો અર્પણ અંતર્ગત ભોગ બનેલાને મુદ્દામાલ પરત કરાયો હતો.
 

મોરબીમાં હની ટ્રેપ કેસમાં રૂ.62,63 લાખનો મુદ્દામાલ ભોગ બનનારને પરત અર્પણ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત 22 લોકોના ખોવાયેલ મોબાઈલ સીઈઆઇઆર પોર્ટલનો ઉપયોગ કરી શોધી કાઢી રૂ.4,13,089ની કિંમતના મોબાઇલ ફોન પરત કર્યા હતા. સાથે જ હનીટ્રેપ કેસમાં મોરબીના આધેડને ફસાવી પડાવી લેવામાં આવેલ સોનાના ત્રણ બિસ્કિટ કિંમત રૂપિયા 52,50,000 ઉપરાંત અન્ય એક કિસ્સામાં રૂ.6 લાખની કિંમતનું સોનાનું પેડલ સહિત કુલ રૂ.62,63,089નો મુદ્દામાલ અરજદારોને બોલાવી પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્રને સાર્થક કર્યું હતું.