Tuesday - Oct 06, 2026

મોરબીમાં જરૂરિયાતમંદ પરિવારોએ મલ્ટીપ્લેક્સમાં ‘હનુમાન અંશ’ નિહાળી

મોરબીમાં જરૂરિયાતમંદ પરિવારોએ મલ્ટીપ્લેક્સમાં ‘હનુમાન અંશ’ નિહાળી

રેન બસેરાના આશ્રિતો સહિત પછાત વિસ્તારના પરિવારોને યંગ ઇન્ડિયા ગ્રૂપે કરાવ્યું નિઃશુલ્ક ફિલ્મદર્શન

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મહારાણી નંદકુંવરબા રેન બસેરાના આશ્રિતો તેમજ પછાત અને જરૂરિયાતમંદ વિસ્તારોના પરિવારો માટે મલ્ટીપ્લેક્સમાં નિઃશુલ્ક ફિલ્મદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોથી લઈને વડીલો સુધીના લોકોએ ધાર્મિક અને પ્રેરણાદાયી ફિલ્મ ‘હનુમાન અંશ’ નિહાળી હતી.

મલ્ટીપ્લેક્સમાં પરિવાર સાથે ફિલ્મ જોવાનો અવસર સામાન્ય રીતે ન મળતા પરિવારો માટે આ આયોજન યાદગાર બન્યું હતું. ફિલ્મ દરમિયાન બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે વડીલોએ પણ આનંદ સાથે ફિલ્મની મજા માણી હતી.

મોરબીમાં જરૂરિયાતમંદ પરિવારોએ મલ્ટીપ્લેક્સમાં ‘હનુમાન અંશ’ નિહાળી

યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક અને માર્ગદર્શક ડો. દેવેન રબારીએ જણાવ્યું હતું કે સેવા માત્ર જરૂરિયાત પૂરી કરવા પૂરતી નથી, પરંતુ દરેક વ્યક્તિને આનંદ અને સન્માનની ક્ષણોમાં સહભાગી બનાવવી પણ જરૂરી છે. સામાન્ય પરિવાર માટે સહજ ગણાતો મલ્ટીપ્લેક્સનો અનુભવ જરૂરિયાતમંદ પરિવાર માટે વિશેહનુમાન અંશ’ ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે શ્રદ્ધા, સાહસ, સમર્પણ અને સેવાભાવનો સંદેશ પણ ઉપસ્થિતોને મળ્યો હતો. યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી જરૂરિયાતમંદ પરિવારોને સમાજની મુખ્યધારા સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.