Tuesday - Oct 06, 2026

મોરબીના મકનસરમાં ઘરના પાણીના ભૂગર્ભ ટાંકામાં ડૂબી પરિણીતાનું મોત

મોરબીના મકનસરમાં ઘરના પાણીના ભૂગર્ભ ટાંકામાં ડૂબી પરિણીતાનું મોત

મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે ઘરના ફળિયામાં બનાવેલા ભૂગર્ભ પાણીના ટાંકામાં અકસ્માતે પડી જવાથી 29 વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મહિલાના મૃતદેહને બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

મકનસર ગામે રહેતા ટમુબેન સાગરભાઈ ખાંભલા (ઉં.વ.29) પોતાના ઘરના ફળિયામાં પાણી સંગ્રહ માટે બનાવેલા ભૂગર્ભ ટાંકામાં કોઈ કારણસર અકસ્માતે પડી ગયા હતા. ટાંકામાં પાણી ભરેલું હોવાથી તેમાં ડૂબી જતાં તેમનું મોત થયું હતું.

બનાવ બાદ મૃતદેહને બહાર કાઢી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ તરફથી આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી બનાવ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી છે