મોરબી તાલુકાના ઘણા બધા ગામોને 26 જાન્યુઆરીએ આવેલા ભયાનક ભૂકંપને કારણે વધતા ઓછા અંશે અસર વર્તાય હતી. જેમાં મોરબી તાલુકાના ગુગળ ગામને ભૂકંપની ભારે અસર થઈ હોવાનું સ્થાનિકો કહે છે. પણ આ ગામ પહેલા બાજુના ગામનો હિસ્સો હતું. પણ પછીથી આ ગામનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. પણ અત્યારે ગામલોકો બધી વાતે સુખી છે. એકમાત્ર આરોગ્યની કમીને બાદ કરતાં ગામમાં બધી જ સુખ સગવડો છે.
મોરબીનું ગુગલ ગામ નવું બન્યા બાદ જાણે એક નાનકડું શહેર બન્યું હોય એવી આ ગામની જાહોજલાલી છે. ગામના દરેક મકાનો પાકા અને મજબૂત બંધાના છે. ક્યાંય પણ ગામમા કચરો ન જોવા ન મળે, સફાઈ એટલી બધી રીતે સઘન થાય છે. આ ગામમાં હાલ 700ની વસ્તી હજુ પણ ખેતી પર નભે છે. જો કે આ ગામના ખેડૂતો ત્રણ ત્રણ પાકની સિઝનનો લાભ ઉઠાવે છે. નર્મદાની લાઇન નીકળતી હોવાથી ખેડૂતો સારો પાક લઈ શકે પણ ક્યારેક સંજોગવસાત અપૂરતો વરસાદ પડે તો પણ ખેડૂતોને ઓછું નુકશાન થાય છે. જ્યારે ગામલોકોને સિંચાઈની સાથેસાથે પીવાના પાણીનું મોટું સુખ છે. અને 100 ટકા ભૂગર્ભ ગટર, લાઈટ, સ્વચ્છતા,, સ્કૂલ, આંગણવાડી સહિતની સુવિધાઓ છે. પણ આ ગામમાં સૌથી અગત્યની એટલે ગામલોકોના આરોગ્યની સુખાકારી માટે નાનું એવું ક્લિનિક પણ નથી. આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન હોવા બાબતે ગામના અન્ય લોકો તો ઠીક પણ ખૂદ ગ્રામ પંચાયત બોડીને પણ જરાય રસ નથી. કારણે એમણે આ મામલે કોઇ રજુઆત જ કરી નથી. જો ઇમરજન્સી કે અન્ય ઉપચારની જરૂર લડે તો બાજુમાં જ આવેલા કેન્દ્રમાં સારવાર લઈ શકાય છે. પણ ઘણીવાર અમુક એવા ઇમરજન્સી કેસો આવે અને તુરંત જ સારવારની જરૂર પડે તો કેવી એ દર્દીની હાલત થાય એની કલ્પના પણ કરી શકાય એમ નથી.