વાંકાનેર તાલુકાના માટેલ નજીક અગાઉ થયેલા જુના મનદુઃખનો ખાર રાખી બે શખ્સોએ બે યુવાનોને લમધારી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. આ મારામારીના બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમા આવેલ સિરામિક કારખાના પાસે વાંકાનેરના માટેલ ગામના બળદેવભાઈ કેસરભાઈ ઘેણોજા અને તેના મિત્ર વિક્રમ ઉર્ફે ટકો વીંજવાડિયા કોઈ કામસર ઉભા હતા. તે દરમિયાન વાંકાનેરના માટેલ ગામમાં જ રહેતા વિપુલ રાઘવભાઈ ભરવાડ અને સંજય મેહુરભાઈ ભરવાડ નામના બે શખ્સોએ ત્યાં આવી અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી ગાળો ભાંડી ઉશ્કેરાય જઇ લાકડી અને પાઇપથી ઢીબી નાખી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આથી આ બન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.