Thursday - Apr 16, 2026

સીરામીકમાં સેફટી રામભરોસે : મોરબીની સીરામીક ફેકટરીમાં વધુ એક શ્રમિકનો ભોગ લેવાયો

સીરામીકમાં સેફટી રામભરોસે : મોરબીની સીરામીક ફેકટરીમાં વધુ એક શ્રમિકનો ભોગ લેવાયો

મોરબીના સીરામીક સહિતના ઉદ્યોગોમાં છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓ વચ્ચે આજે પણ એક શ્રમિકનો ભોગ લેવાયો છે. આથી ફરી એકવાર ઉદ્યોગોમાં શ્રમિકોની સેફટી રામભરોસે હોય એવું ચિત્ર ઉપસ્યું છે.

મોરબી હળવદ હાઇવે વચ્ચે ઉંચી માંડલ નજીક આવેલ સ્પેરોન સિરામિક ફેકટરીમાં પારસિંગ ભૂરાભાઈ ભીલવાલ ઉ.વ.41 નામના શ્રમજીવી મજુરી કામ કરી રહ્યા હતા. તે વખતે અચાનક તેમનો પગ લપસતા બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા  આ શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે. જો કે સીરામીકમાં આવા અકસ્માતોની ઘટનાઓ નવી નવાઈ નથી. આઘાત તો એ વાતનો છે કે, જાણ શ્રમિકના મોત કોઈ કિંમત જ ન હોય તેમજ માલિકો, પોલીસ સહિતના તંત્ર આ ગંભીર બાબતને એકદમ સાહજીકતાથી લઈ આવડા મોટા પ્લાન્ટ હોય એમાં છોટી મોટી ઘટના તો બનતી રહે તેવું માની તપાસનું નર્યું નાટક કરે છે. હકીકતમાં તો આવી ઘટના ફરી ન બને તેવી કાર્યવાહી થવી જોઈએ. કારણ કે એક જીવનદીપ બુઝાય એમાં આખા પરિવારનું જીવન અંધકારમય બની જાય છે.