Monday - Aug 10, 2026

અખંડ ભારતના વિભાજનની વેદનાની સ્મૃતિરૂપે મોરબીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન મનાવાશે

અખંડ ભારતના વિભાજનની વેદનાની સ્મૃતિરૂપે મોરબીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન મનાવાશે

14 ઓગસ્ટે વીરપરની શાળામાં  વ્યાખ્યાન, દેશભક્તિના ગીતો બાદ 7 વાગ્યે મૌન કેન્ડલ માર્ચ યોજી વિભાજનના દિવગંતો અને રાષ્ટ્ર માટે બલિદાન આપનારા ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ અપાશે

મોરબી : 15 ઓગસ્ટ 1947ના દિવસે આગ્રેજી હુકુમતની ગુલામીની ઝંઝીરોમાંથી ભારત આઝાદ થયું હોવાથી પ્રતિ વર્ષે 15 આગોસ્ટે આઝાદીના અવસરને હર્ષોલ્લાસભેર ઉજવાતો હોવાની વચ્ચે કલ્પના પણ ન કરી શકાય એવી અખડ ભારતનું વિભાજન થતા જ માનવતાનો કત્લેઆમ થયો હોવાથી હિસાની આગમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા અને સેંકડો લોકો વિસ્થાપીત થયા હોવાથી ભારત માટે એ દિવસ આઝાદીની ખુશી કરતા ગોઝારો રહ્યો હોવાથી આ ઐતિહાસિક ઘટનાની વેદનાને યાદ કરી દિવગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આ વર્ષે પ્રથમવાર સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિનની ઉજવણી કરવાનું સમગ્ર જિલ્લા વહીવટ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા કક્ષાનો ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન’ કાર્યક્રમ 14 ઓગસ્ટના રોજ સાંજે 5થી 7 વાગ્યા દરમિયાન ટંકારા તાલુકાના વીરપર ખાતે આવેલી નાલંદા વિદ્યાલયમાં યોજાશે. કાર્યક્રમમાં અંખડ ભારતના વિભાજનના ઐતિહાસિક સંદર્ભ અને તેની માનવીય સંવેદના અંગે વ્યાખ્યાનમાળા યોજાશે તેમજ દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ, જિલ્લાની તમામ શાળાઓમાં પણ ચિત્ર અને નિબંધ સ્પર્ધાઓ યોજી વિભાજનની દુર્ઘટનામાં ભોગ બનેલા દિવગતોની સ્મૃતિમાં સાંજે 7 વાગ્યે નાલંદા વિદ્યાલયથી નવયુગ સ્કૂલ સંકુલ સુધી કેન્ડલ માર્ચ (મૌન રેલી) કાઢીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

13 ઓગસ્ટે વંદે માતરમ@150’ થીમ હેઠળ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા

સમગ્ર રાજ્યમાં 9થી 17 ઓગસ્ટ દરમિયાન ‘વંદે માતરમ@150’ થીમ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓ યોજાશે. 13 ઓગસ્ટે સવારે 9 વાગ્યે મોરબીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી નીકળી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ સુધી પહોંચશે. યાત્રાના પ્રસ્થાન સ્થળે સૌ પ્રથમ ‘વંદે માતરમ’નું સંપૂર્ણ સામૂહિક ગાન કરવામાં આવશે અને ત્યારબાદ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરવામાં આવશે. યાત્રાના રૂટ પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા રજૂ થઈ દેશની આઝાદીની લડત અને બલિદાનની ગાથા લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, શાળા અને કોલેજોમાં પણ તિરંગા યાત્રા નીકળશે.

માળીયાના દહીંસરામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

મોરબી જિલ્લા કક્ષાની 15 ઓગસ્ટની ઉજવણી માળિયા (મિયાણા) તાલુકાના દહીંસરા ગામે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીને લઈને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં ધ્વજવંદન, તિરંગાને સલામી, શિસ્તબધ્ધ પરેડ, દેશભક્તિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ દેશને આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિવિરોની શોર્ય ગાથાને નમન કરાશે.

અખંડ ભારતના વિભાજનની વેદનાની સ્મૃતિરૂપે મોરબીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન મનાવાશે