Monday - Aug 10, 2026

મહેન્દ્રનગર સ્કૂલ પાસે ખુલ્લી વરસાદી પાણીની કુંડીથી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે જોખમ

મહેન્દ્રનગર સ્કૂલ પાસે ખુલ્લી વરસાદી પાણીની કુંડીથી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે જોખમ

20 દિવસથી કુંડી ખુલ્લી હોવાનો આક્ષેપ; સ્કૂલના વિદ્યાર્થીઓની સતત અવરજવર વચ્ચે તાત્કાલિક રીપેર કરવાની માંગ

મોરબી : મોરબીના મહેન્દ્રનગરની સ્કૂલ પાસે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી કુંડી છેલ્લા 20 દિવસથી ખુલ્લી હાલતમાં હોવાના કારણે વિદ્યાર્થીઓ અને નાના બાળકોની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું છે. સ્કૂલ નજીક હોવાથી આ માર્ગ પરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સતત અવરજવર રહેતી હોવાથી ખુલ્લી કુંડીને કારણે કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોની તેવા વેધક સવાલ સાથે પાણી પહેલા પાળ બાંધવાની સ્થાનિકોએ મનપા સમક્ષ માંગ ઉઠાવી છે.

મહેન્દ્રનગર પાસે કુંડી ખુલ્લી હોવાથી કોઈ વિદ્યાર્થી કે બાળક તેમાં પડી જાય તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે. આ ઉપરાંત કામની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે કરવામાં આવેલા કામમાં બેદરકારી કે હલકી ગુણવત્તાનો ઉપયોગ થયો હોય તો તેની તપાસ કરી જવાબદાર અધિકારી અથવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ખાસ કરીને સ્કૂલ નજીકની આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને ખુલ્લી કુંડીને તાત્કાલિક બંધ કરી યોગ્ય રીતે રીપેર કરવામાં આવે તેમજ સ્થળનું નિરીક્ષણ કરી ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા કોંગ્રેસ આગેવાન અને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ મોરબી મહાનગરપાલિકા તંત્રને રજૂઆત કરી તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરી છે.

મહેન્દ્રનગર સ્કૂલ પાસે ખુલ્લી વરસાદી પાણીની કુંડીથી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે જોખમ