Monday - Aug 10, 2026

મોરબી શહેર અને તાલુકામાં જુગારની મૌસમ જામી : પતા ટીચતા 24 ઝબ્બે

મોરબી શહેર અને તાલુકામાં જુગારની મૌસમ જામી : પતા ટીચતા 24 ઝબ્બે

પીપળી રોડ પર રોયલ પાર્કમાં ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી

મોરબી : શ્રાવણ મહિનાના તહેવારના દિવસો નજીક આવતા જ જુગારની મોસમ ખીલી છે ત્યારે મોરબી સીટી બી ડિવિઝન અને તાલુકા પોલીસે ગઈકાલે જુગારીઓ ઉપર ધોસ બોલાવી અલગ અલગ પાંચ દરોડામાં 24 જુગારીઓને રોકડા રૂપિયા 1,16,900 સાથે ઝડપી લીધા હતા.જેમાં બી ડિવિઝન પોલીસે પીપળી રોડ પર રોયલ પાર્કમાં આવેલ ઉમા જ્યોત એપાર્ટમેન્ટમાં ધમધમતું જુગારધામ પણ ઝડપી લીધું હતું.

પ્રથમ દરોડામાં મોરબી બી ડિવિઝન પોલીસે પીપળી રોડ પર આવેલ રોયલ પાર્કમાં ઉમા જ્યોત એપાર્ટમેન્ટમાં દરોડો પાડી ફ્લેટમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહેલા આરોપી ગૌરાંગભાઈ ગોરધનભાઇ વઘાસિયા તેમજ જુગાર રમવા આવેલ બુદ્ધેશ ધીરજલાલ કાલરીયા રહે.ઉમા ટાઉનશીપ, રવિ શામજીભાઈ કમાણી રહે.ઉમા ટાઉનશીપ, વિવેક મગનભાઈ પનારા રહે.ઉમા ટાઉનશીપ, પ્રફુલ ભગવાનજીભાઈ કાલરીયા રહે.ઉમા ટાઉનશિપ અને રેનીશ કાંતિલાલ વાછાણી રહે.ઉમા ટાઉનશીપ વાળાઓને રોકડા રૂપિયા 58,800 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા કલમ 4 અને 5 મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે આરોપી હુસેન રફીકભાઈ  કુરેશી, સાજીદ ગુલાબભાઈ સુમરા, સીરાજ યુનુસભાઈ કુરેશી, નવાઝ અનવરભાઈ મોવર, નઈમ મકસુદભાઈ ખોજાણી અને મહમદ પરવેઝ આદમભાઈ ભટ્ટીને રોકડા રૂપિયા 10,200 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે વીસીપરા આંબેડકર નગર કોલોનીમાં દરોડો પાડી આરોપી સાહિલ મેહેબૂબભાઈ મોવર, સુરેશભાઈ દેવજીભાઈ પરમાર, જાવેદભાઈ ઇસુબભાઈ મોવર, હાસમભાઈ કાસમભાઈ શેખ અને અનિલ જેન્તીભાઈ સારેસા રહે.તમામ મોરબી વાળાઓને રોકડા રૂપિયા 10,900 સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.ચોથા દરોડામાં મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામે દશામાના મંદિર પાસે જુગાર રમી રહેલ આરોપી મનુભાઈ માધાભાઈ ગમારા, સુરેશ જીવણભાઈ ઈંદરીયા, પ્રવીણભાઈ કાળુભાઇ ઇન્દરિયા, દિનેશભાઇ રતીભાઈ ઇન્દરિયા અને અજિતભા કરશનભા લાંબાને રોકડા રૂપિયા 12,280 સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

જ્યારે પાંચમા દરોડામાં મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામે સરાણીયા વાસમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રુદ્ર મહેશભાઈ નિમાવત રહે.કુબેર ટોકીઝ પાછળ મોરબી, સચિન ભરતભાઇ અદગામાં રહે.રવાપર રોડ અને રવિભાઈ હેમંતભાઈ કુંવરિયા રહે.ત્રાજપર વાળાઓને રોકડા રૂપિયા 24,200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.