Sunday - Jul 05, 2026

મોરબીના પીપળી ગામની ત્રણ સોસાયટીમાં પાણી, રસ્તા મામલે કલેક્ટર કચેરીમાં મોરચો

મોરબીના પીપળી ગામની ત્રણ સોસાયટીમાં પાણી, રસ્તા મામલે કલેક્ટર કચેરીમાં મોરચો

મોરબી : મોરબીના પીપળી ગામે આવેલ ધર્મગંગા સોસાયટી, શાંતિનગર સોસાયટી, સિલ્વર પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાના અભાવનો સળગતો પ્રશ્ન છે. તેમાંય હાલ પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાથી રહીશોને એક બેડું પાણી મેળવવા માટે કપરો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેમજ રોડ રસ્તા પણ ખરાબ હાલતમાં છે. આ બાબતે સરપંચને અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. જો કે સરપંચને જ્યારે જ્યારે તેમની ત્રણ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાની રજુઆત કરવા જાય ત્યારે સરપંચ તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ તેવો બેજવાબદારીભર્યો જવાબ આપીને પોતાની જવાબદારીમાંથી હાથ ખખેરી નાખતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ આજે કલેકટર કચેરી દોડી જઈને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે વિગતવાર રજુઆત કરી હતી.

મોરબીના પીપળી ગામની ત્રણ સોસાયટીમાં પાણી, રસ્તા મામલે કલેક્ટર કચેરીમાં મોરચો