મોરબી : મોરબીના સરદારબાગ પાસે આજે એક શખ્સે જીઆરડી જવાન સાથે કોઈ મામલે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મારામારી કરનાર શખ્સ દારૂના નશામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ પોલીસે આ શખ્સની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.