મોરબીના રવાપર ગામે કરોડોના ખર્ચે પાણીની લાઈન નાખી હોય જેનું લોકાર્પણ મંત્રી બાવળીયાના હસ્તે થયાના થોડા જ સમયમાં પાણીની હૈયા હોળી અગાઉની જેમ યથાબત રહી હોવાનો સ્થાનિકોએ કાળો કકળાટ કર્યો છે.આ નવી લાઈન અને જૂની લાઈન વચ્ચે એક સોસાયટી ટીંગાઈ ગઈ છે. આ સોસાયટીને નથી નવી લાઇનમાંથી પાણી મળતું કે નથી જૂની લાઈનમાંથી પાણી મળતું.
મોરબીના રવાપર ગામે આવેલી મધર પાર્ક સોસાયટીમાં નવી કી નૂની લાઈનમાં પાણી ન આવતા સ્થાનિક રહીશોએ સરપંચ અને પાણી પુરવઠાના કોન્ટ્રાકટરને ઘેરાવ કરીને ઉગ્ર રજુઆત કરી હતી કે, રવાપરમાં પાણીનો કાયમી પ્રશ્ન હલ કરવા મંત્રીએ નવી પાણીની લાઈનનું કુંવરજીભાઈના હસ્તે ઉદઘાટન કરીને એ પાણીનો વાલ્વ રવાપર ગામે મૂકી નવી પાણીની લાઈન નાખી ત્યાંથી રવાપર રેસિડનસી સુધી પાણીની લાઈન હોય પાણી આવે છે. જ્યારે બાકીની સોસાયટીઓમાં જૂની નઝરબાગના સંપમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે.આ બધાય સોસાયટીઓમાં વચ્ચે જ રહેલી મધરપાર્ક સોસાયટી પાણીથી વંચિત રહી છે. રવાપર ગામે અનેક એપાર્ટમેન્ટ હોય એ બધી જ સોસાયટીઓમાં ઘણી બધી સોસાયટીને જૂની અને અમુકને નવી લાઈનમાંથી પાણી વિતરણ કરવામાં આવતું હોવાની વચ્ચે મધરપાર્ક એક જ એવી સોસાયટી રહી ગઈ છે કે, જેને જૂની લાઈન કે નવી લાઈનમાંથી પાણી ન મળતા તેમની સોસાયટીમાં પાણી પ્રશ્ન યથાવત રહેતા મધરપાર્ક સોસાયટીના રહીશોએ આજે પાણી પુરવઠાના રવાપર ઘુંનડા રોડ આવેલા સંપ ખાતે દોડી જઇ સરપંચ અને કોન્ટ્રાકટરને ઘેરાવ કરી ઉગ્ર રજુઆત કરી હતી. આ સોસાયટીના રહીશોએ નવી લાઈનમાં શેરી વાઇઝલ વાલ્વ મૂકી પૂરતું પાણી આપવાની માંગણી કરી હતી ત્યારે સરપંચએ નવી પાણીની લાઈન પાણી મળવા મામલ મને નહિ પણ પાણી પુરવઠાને રજુઆત કરો તેમ કહી હાથ ઊંચા કરો દીધા હોવાનું હાર્દિકભાઈ પટેલે જણાવ્યું હતું.