Sunday - Jul 05, 2026

મોરબીમાં મચ્છુ માતાજીના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

મોરબીમાં મચ્છુ માતાજીના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી
મોરબીમાં મચ્છુ માતાજીના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે મોરબી પંથકના સમસ્ત રબારી અને ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાજીના જયઘોષ સાથે ભવ્ય મચ્છુ માતાજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રાનું સમાજના ધર્મગુરુના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા.અને હાલારની લુપ્ત થતી સંસ્કૃતિ ટીટોડો, હુડો, રાહદાની ડીજેના તાલે ધૂમ મચાવી હતી. રથયાત્રા મહેન્દ્રપરાથી સુપર ટોકીઝ થઈને જેમ જેમ આગળ વધતી ગઈ એમ એમ રથયાત્રામાં હજારો લોકો જોડતા ગયા અને જોતજોતામાં રથયાત્રામાં માનવ સાગર લહેરાયો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી.

મચ્છુ માતાજીની રથયાત્રા હાલ શહેરમાં ફરી રહી છે અને મચ્છુ માતાના ગગનભેદી નાદ સાથે સમગ્ર શહેરમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. રથયાત્રામાં હૈયેહૈયું દળાઇ તેટલી જનમેદની ઉમટી પડી છે. આ રથયાત્રા મુખ્યમાર્ગો ઉપર ફરીને દરબારગઢ ખાતે આવેલ મચ્છુ માતાની જગ્યા ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાપ્રસદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાત્રે લોક ડાયરાનું આયોજન કરાયું હતું.

મોરબીમાં આજે અષાઢી બીજના પાવન પર્વે પર મચ્છુ માતાજીના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભવ્ય રથયાત્રા નીકળી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળ્યા બાદ મચ્છુ માતાજીના જયઘોષ સાથે રબારી ભરવાડ સમાજે પરંપરાગત પોષાકમાં સજ્જ થઈ રાસ-ગરબા, ટીટોડો અને હુડોની રમઝટ બોલાવી હતી. રથયાત્રાના દરેક રૂટ ઉપર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નિર્ધારિત રૂટ ઉપર ઠંડાપીણાં, શરબત, લસ્સીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં મચ્છુ માતાજીના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી
મોરબીમાં મચ્છુ માતાજીના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી