Monday - Apr 27, 2026

મોરબીમાં પાણી કાપ: નવા બ્રિજને કારણે બે હેડવર્કસ માંથી પાણી વિતરણ બંધ રહેશે.

મોરબીમાં પાણી કાપ: નવા બ્રિજને કારણે બે હેડવર્કસ માંથી પાણી વિતરણ બંધ રહેશે.

​મોરબી:– ​મોરબી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગે માહિતી આપી છે કે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. આનું કારણ મહારાણા પ્રતાપ સર્કલ પાસે ચાલી રહેલા બ્રિજ બનાવવાનું કામ છે.
​બ્રિજના પિલરના કામ દરમિયાન પાણીની મુખ્ય પાઇપલાઇન વચ્ચે આવી રહી છે, જેથી તેને અન્ય જગ્યાએ શિફ્ટ કરવી જરૂરી બની છે. આ શિફ્ટિંગનું કામ 18મી સપ્ટેમ્બરથી 22મી સપ્ટેમ્બર સુધી ચાલશે.
​આ કામગીરીના લીધે, સામાકાંઠે, કેસરબાગ અને નજરબાગ હેડવર્કસમાંથી બે દિવસ અને ઉમાટાઉનશીપ હેડવર્કસમાંથી ત્રણ દિવસ પાણી વિતરણ બંધ રહેશે. કયા દિવસોએ કયા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે તેની સ્પષ્ટતા હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી.