મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર એક ફેકટરીમાં મહિલાની તેના જ પતિએ ઠંડા કલેજે હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે. બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી હત્યારા પતિને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબીના જુના ઘુંટુ રોડ આઇકોન ફેકટરીમાં આજે વહેલી સવારે વ્રીંદાબેન બારેલા ઉ.વ.33 નામના મહિલાની તેના જ પતિએ માથામાં પાછળના ભાગમાં કોઈ વસ્તુ મારી હત્યા નિપજાવી હતી. આ દંપતિને 11 વર્ષનું બાળક છે. જેને ઉપર કોઈ બીજાના ક્વાર્ટરમાં મોકલી દીધું હતું. આ દરમિયાન આ ઘટના બની હતી. હત્યા નિપજાવી પતિ ક્વાર્ટર બંધ કરી નાસી છૂટ્યો હતો. આ દંપતી મૂળ મધ્યપ્રદેશનું હોય અને અહીં ફેક્ટરીના મજૂરી કામ કરતું હતું.આ ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસે બનાવ સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ હત્યારો પતિ નાસી છૂટ્યો હોય તેને પકડી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે