Saturday - Jul 04, 2026

મોરબીમાં ઠંડીથી ઠુઠવાતા જરૂરિયાતમંદોને ગરમ કપડાનું રક્ષણ અપાશે

મોરબીમાં ઠંડીથી ઠુઠવાતા જરૂરિયાતમંદોને ગરમ કપડાનું રક્ષણ અપાશે

મોરબી : મોરબીમાં શિયાળો ધીમેધીમે જામી રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતૃશ્રી વીરબાઈ મા માનવ સેવા અને ગૌ સેવાના સંચાલક અલ્પાબેન કક્કડ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં, બ્લેન્કેટ અને ગોદડા સહિતની વસ્તુઓ આપવામાં આવશે. આ માટે જે કોઈ પાસે ઉપયોગમાં ના લેતા હોય તેવા ગરમ કપડાં, બ્લેન્કેટ અથવા ગોદડા સહિતની વસ્તુઓ હોય તેમણે અલ્પાબેન કક્કડનો મો.નં. 9023104446 અથવા 7433828555 પર સંપર્ક કરવા જણાવાયું છે. ઘરે આવીને ગરમ કપડાં એકત્રિત કરી જશે અને આ કપડાં જરૂરિયાતમંદ લોકો, ફૂટપાથ પર સુતા હોય તેવા લોકો, ઝુપડપટ્ટીમાં રહેતા લોકો સુધી પહોંચાડવામાં આવશે. તો આ સેવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી છે.