મોરબી : મોરબીમાં વાવડી ચોકડી પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવ અકસ્માતનો છે કે અન્ય કોઈ કારણોસર મોત થયું તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
મોરબીમાં વાવડી ચોકડી પાસે આજે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જાણ થતાં જ એ ડિવિઝન પી.આઈ હકુમતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ રાજેશ કાંતિલાલ જોશી (ઉ.વ. 22) રહે. મુ. ઓડદર (પોરબંદર) હોવાનું તથા આ યુવાન બાલાજી વેફર્સની ફેરી કરતો હોવાનું સામે આવ્યું છે.
ગઈકાલે આ યુવાન માલની રીક્ષા લઈને નીકળ્યા બાદ આજે આ યુવાનનો મૃતદેહ રીક્ષમાંથી મળી આવ્યો છે. રીક્ષાનો આગળનો કાચ પણ તૂટેલો છે. આ ઉપરાંત યુવાનના માથાના ભાગે પણ ઇજા જોવા મળી છે. આ યુવાનનું અકસ્માતથી મોત થયું કે બીજા કોઈ કારણોસર તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.