મોરબીના રંગપર નજીક ખૂની હુમલાની ઘટનામાં દાદાગીરી કરી હુમલો કરનાર બે શખ્સો સામે ગુનો દાખલ
મોરબી : મોરબીના રંગપર રોડ પર મજૂરી કામે જવા માટે મિત્રની રાહ જોઇને ઉભેલા મધ્યપ્રદેશના યુવક પર મધ્યપ્રદેશના જ વતની બે શખ્સોએ વગર વાંકે ઝઘડો કરી છરીના ઘા ઝીકી જીવલેણ ઇજાઓ પહોંચાડી નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ એબીસી નામના બંધ કારખાનામાં કામ કરતા સુનિલ કનૈયાલાલ બામણિયાએ આરોપી મુકેશ અને રિતેશ રહે.બન્ને મધ્યપ્રદેશ વાળાઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,તેઓ ગઈકાલે બપોરે રંગપર રોડ પર સત્યમ કાંટા પાસે મજૂરી કામે જવા માટે મિત્રની રાહ જોતા હતા ત્યારે બન્ને આરોપીઓ ત્યાં આવ્યા હતા અને અહીં ઉભું નહિ રહેવાનું કહી ગાળો આપી ધમકી આપી બાદમાં છરી વડે ગળામાં તેમજ છાતીના ભાગે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.