મોરબી :મોરબીના લાલપર ગામે રહેતા જયેશભાઇ રાઘવજીભાઈ આઘારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.23ના રોજ સવારના દસેક વાગ્યે તેમના માતા શારદાબેન તથા જયેશભાઈના પત્ની ઉર્વીશાબેન નેશનલ હાઇવે ઉપર સીરામિક સીટીના ગેઇટ સામે રીક્ષામાં બેસવા માટે રસ્તો ઓળંગતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ઉર્વીશાબેનને હડફેટે લઈ અકસ્માત સર્જાતા તેઓ રોડ ઉપર પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં કાર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. બનાવ અંગે જયેશભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.