આપણે ત્યાં વર્ષોથી દાન-પુણ્ય માટે એવું કહેવાય છે કે, દાન એવી રીતે કરો કે એક હાથે દાન કરો તો બીજા હાથને ખબર પણ ન પડે. સાથોસાથ નાતજાત જોયા વગર કોઈ એક હાથે મદદનો હાથ લંબાવે તો એની મદદ માટે હજારો હાથ ઉઠે. આવી જ સદભાવના અને સંવેદના ધરાવતા મોરબીનું દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન વર્ષોથી ગુપ્ત રીતે જરૂરિયાતમંદો માટે વિવિધ સેવાકાર્યો કરીને ભાઈચારા અને માનવતાની મિશાલ કાયમ કરી રહ્યું છે.
મોરબીમાં દાવતે ઈસ્લામી ઈન્ડિયાના ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા વર્ષોથી વિવિધ સેવાપ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં આ ફાઉન્ડેશન દરેક કુદરતી આફતોમાં પડિતોને તમામ મદદ કરી તેનું હમદર્દ બને છે. હમેશા કોમવાદથી ઉપર ઉઠીને માટે ઇનસનીય નિભાવવામાં અગ્રેસર રહેતી આ સંસ્થાને ફૂટપાથ કે રોડ રસ્તા અને જાહેર ચોકમાં ઉપર આસમાન અને નીચે ધરતી જેવી ખરાબ હાલતમાં જીવતા માનસિક અસ્થિર કે ઘરથી તરછોડાયેલા વૃદ્ધો તેમજ જેમનું આ દુનિયામાં કોઈ ન હોય એવા નિરાધારો પ્રત્યે અનન્ય સંવેદના પ્રગટી હતી. કારણ કે, આવી હાડ થીજવતી ટાઢમાં રાત્રે જાહેરમાં ખુલ્લા આસમાન નીચે સુતેલા આવા લોકોની હાલત ઠંડીથી ઠુઠવાઈને કલ્પના પણ ન કરી શકાય એવી બદતર હાલત થઈ જતી હોવાથી આ ફાઉન્ડેશને આ લોકોને ઠંડીથી રક્ષણ આપવા રાત્રે જે જે સ્થળે જાહેરમાં રાત્રે સુતેલા હોય ત્યાં ત્યાં રૂબરૂ જઈને તમામ નિરાધારોની માથે ગરમ ધાબળા ઓઢાડી દેતા ઠંડીથી થરથર કાપતા નિરાધારોને ગરમ હૂંફ મળતા ગદગદીત થઈ ગયા હતા.