Sunday - May 31, 2026

વાંકાનેરના 2 કરોડના વિદેશી દારૂ, ખૂન, ખૂનની કોશિશના ગુનામાં વોન્ટેડ અપરાધી ઝબ્બે

વાંકાનેરના 2 કરોડના વિદેશી દારૂ, ખૂન, ખૂનની કોશિશના ગુનામાં વોન્ટેડ અપરાધી ઝબ્બે

રાજકોટ રેન્જ પોલીસે 19 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને હત્યાના કેસના આરોપીને દબોચી લીધો

મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા 2 કરોડ રૂપિયાના ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસતા-ફરતા અને અગાઉ ખૂન, ખૂનની કોશિશ, અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીને રાજકોટ રેન્જની ટીમે ચોટીલાથી ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ.કાંટેલિયા અને તેમના સ્ટાફ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પો.સ.ઇ. સી.એમ.કાંટેલિયા તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મિતેષભાઇ પટેલ અને ડ્રા.ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણિયા (રહે. જામનગર, સતીષા પીરની દરગાહની બાજુમાં) ને ચોટીલામાં લાલા રઘુવંશી હોટલની બાજુમાં આવેલી નગીન હોટલ પાસે જાહેર રોડ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધો છે.
 

વાંકાનેરના 2 કરોડના વિદેશી દારૂ, ખૂન, ખૂનની કોશિશના ગુનામાં વોન્ટેડ અપરાધી ઝબ્બે

પકડાયેલા આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણિયા સામે અગાઉ કુલ 19 ગુના નોંધાયેલા છે. જેમાં ખૂનના 2 કેસ, ખૂનની કોશિશના 2 કેસ, ધાડ પાડવાની તૈયારીનો 1 કેસ, મારામારીના 6 કેસ, જાહેરનામા ભંગ (પ્રિઝન એક્ટ) નો 1 કેસ, બગાડના 2 કેસ, ઇંગ્લિશ દારૂ કબજાના 4 કેસ અને કેફી પ્રવાહી પીધેલ હોવાનો 1 કેસ સામેલ છે. આરોપી વિરુદ્ધ શરીર સંબંધી ગુનો છેલ્લે વર્ષ 2024 માં જામનગર પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ અંગેનો નોંધાયેલ છે. જ્યારે પ્રોહિબિશન ધારા હેઠળનો ગુનો છેલ્લે વર્ષ 2023 માં જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં LCB દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો.