Thursday - Aug 20, 2026

મોરબીમાં પોક્સો કેસના વોન્ટેડ આરોપી ઝડપાયો

મોરબીમાં પોક્સો કેસના વોન્ટેડ આરોપી ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં છેલ્લા 4 મહિનાથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોક્સોના આરોપી હાર્દિકભાઈ ઉર્ફે ગુરૂ પ્રતિપભાઈ સોલંકી (ઉં.વ. 30, મજૂરી કામ, રહે. નાની વાવડી, સિધ્ધીવિનાયક સોસાયટી-1, શેરી નં. 2, મૂળ રહે. નવા પ્લોટ, ફુલબાઈ મંદિર પાસે, શક્ત શનાળા) ને પકડવા તજવીજ હાથ ધરાઈ હતી. આ આરોપી છેલ્લા 4 મહિનાથી ફરાર હતો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ભાટીયાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસોએ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી બાતમી મેળવી હતી કે આ ગુનામાં પકડવાનો બાકી આરોપી રાજપર રોડ રામદેવપીરના મંદિર પાસે હાજર છે. સચોટ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.