Thursday - Aug 20, 2026

મોરબીના વનાળિયા ગામે ખેતરમાં પિયત માટે ઇલેક્ટ્રિક મોટરના મૂળથી 450 ફૂટ લાંબા કેબલની ઉઠાંતરી

મોરબીના વનાળિયા ગામે ખેતરમાં પિયત માટે ઇલેક્ટ્રિક મોટરના મૂળથી 450 ફૂટ લાંબા કેબલની ઉઠાંતરી

મોરબી : મોરબી જિલ્લામાં સિમ ચોરી કરતી તસ્કર ગેંગ સક્રિય બની છે, અગાઉ ટંકારા અને મોરબી તાલુકામાં ખેડૂતોએ સિંચાઈ માટે નદી, કેનાલ કે ડેમમા રાખેલી ઇલેક્ટ્રિક મોટરમાંથી કિંમતી કોપર વાયર ચોરીના અનેક બનાવ વચ્ચે મોરબીના વનાળિયા ગામે પણ ખેડૂતોએ નદીના પટ્ટમાં ગોઠવેલ મોટરના મૂળમાંથી 10 હજારથી વધુ કિંમતનો 450 જેટલો વાયર ચોરી થતા ખેડૂતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા અને ખેતી કરતા સુમારભાઈ જુસબભાઈ સુથા ઉ.વ.60 નામના ખેડૂતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,ગત તા.14 ઓગસ્ટની રાત્રીથી તા.15 ઓગસ્ટની સવાર સુધીમાં કોઈ અજાણ્યા તસ્કરો તેમની તેમજ અન્ય સાહેદોની વાડીથી નદીના પટ્ટ સુધી સિંચાઈનું પાણી લાવવા માટે ગોઠવેલ મોટરનો અંદાજે 147 મીટર એટલે કે 450 ફૂટ જેટલો વાયર કિંમત રૂપિયા 10,290ની ચોરી કરી ગયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.