Saturday - May 16, 2026

વાંકાનેરની વૃંદાવન સોસાયટીમા જુગાર રમતા ચાર મહિલા સહિત 9 રોકડા રૂ.1. 22 લાખ સાથે ઝડપાયા

વાંકાનેરની વૃંદાવન સોસાયટીમા જુગાર રમતા ચાર મહિલા સહિત 9  રોકડા રૂ.1. 22 લાખ સાથે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર શહેરના ગોકુળનગરમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ચાર મહિલા સહિત 9 આરોપીઓને 1.22 લાખથી વધુની રોકડ સાથે ઝડપી લીધા હતા.અન્ય દરોડામાં તાલુકા પોલીસે સરતાનપર રોડ નજીકથી વરલી મટકાના જુગારીને પકડી પાડ્યો હતો.

વાંકાનેર સીટી પોલીસને બાતમી મળી હતી કે, ગોકુળનગરમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રાધિકા એપાર્ટમેન્ટમાં રહેતો આરોપી જીજ્ઞેશભાઈ હર્ષદભાઈ કારીયા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જીગ્નેશભાઇ હર્ષદભાઇ કારીયા, ભરતભાઇ મેહુરભાઇ ઝાપડા, નૈયમુદીભાઇ હુશેનભાઇ ખોરજીયા, આબીદભાઇ હુશેનભાઇ સંધી, હીનેશભાઇ રણછોડભાઇ માણસુરીયા, વર્ષાબેન દિનેશભાઇ સોમાણી, શીલ્પાબેન કમલેશભાઇ મકવાણા, લલીતાબેન રતીલાલ અઘોલા અને ઇંદુબા ટપુભા જેઠવા રોકડા રૂપિયા 1,22,800 સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા. અન્ય એક દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ ઉપર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી નીતિનભાઈ ભીખાજીભાઈ ખાંભલીયાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 400 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબજે કર્યું હતું.