Saturday - May 16, 2026

મોરબીમાં પાંચ સ્થળે જુગાર રમતા 10 ઝબ્બે

મોરબીમાં પાંચ સ્થળે જુગાર રમતા 10 ઝબ્બે

મોરબી : મોરબી શહેર અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીટી એ ડીવીઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસે અલગ અલગ પાંચ દરોડામાં વરલી મટકા અને તીનપતિનો જુગાર રમતા 10 આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે એક આરોપી નાસી ગયો હતો.

પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામના કોળીવાસમાં દરોડો પાડી સતીષ સોમાભાઈ કોરડીયા, મહેશભાઈ દેવસીભાઈ હળવદીયા અને આરોપી સાગર શામજીભાઈ કોરડીયાને રોકડા રૂપિયા 3800 સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે યોગીનગર સ્કૂલ પાછળ દરોડો પાડી આરોપી મયુર મનસુખભાઇ સીતાપરા અને વિનોદ ગોવિંદભાઇ ઓગણિયાને રોકડા રૂપિયા 11,500 સાથે ઝડપી લીધા હતા.દરોડા દરમિયાન આરોપી સુનિલભાઈ બાબુભાઇ ઓગણિયા રહે.મહેન્દ્રનગર વાળો નાસી ગયો હતો.

ત્રીજા દરોડામાં રોહિદાસપરામાં આવેલ ગુજરાત સોસાયટીમાં દરોડો પાડી બી ડિવિઝન પોલીસે દિનેશભાઇ દેવજીભાઈ ચૌહાણ, મનીષ અમરશીભાઈ ચૌહાણ અને જયેશ દેવજીભાઈ સોલંકીને રોકડા રૂપિયા 5000 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. જ્યારે ચોથા દરોડામાં એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરીફ મુસ્તકભાઈ બ્લોચને રોકડા રૂપિયા 450 સાથે તેમજ શાકમાર્કેટ ચોકમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા આરોપી પ્રિન્સ પ્રવીણભાઈ વાઘેલા રહે.વજેપર વાળાને રોકડા રૂપિયા 350 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.