વાંકાનેર શહેરમા આવેલ બેન્ક ઓફ બરોડા નજીકથી મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો પાડી વોટ્સએપ ઉપર વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા એક શખ્સને ઝડપી લીધો હતો. સાથે જ એલસીબી ટીમે આંકડાની કપાત લેતા શખ્સનું નામ પણ ખોલાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે વાંકાનેર ખાતે બેન્ક ઓફ બરોડાની બાજુમાં આવેલ વાણંદ સમાજની વાડી પાસેથી આરોપી મુકેશ જગજીવનભાઈ ભલગામડિયા ઉ.52 નામના આધેડને વોટ્સએપમા વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ 5 હજારની કિંમતનો મોબાઈલ તેમજ રૂ.5600 રોકડા કબજે કર્યા હતા. આરોપીની પૂછતાછમા વરલીના આકડાની કપાત ઉપલેટાના હાર્દિક પટેલ પાસે કરાવતો હોવાની કબુલાત આપતા બન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.