Wednesday - Jul 01, 2026

ટંકારાના નેકનામ - હમીરપર રોડ ઉપર બોલેરોની ઠોકરે બાઈક ચાલકનું મોત

ટંકારાના નેકનામ - હમીરપર રોડ ઉપર બોલેરોની ઠોકરે  બાઈક ચાલકનું મોત

 ટંકારા તાલુકાના નેકનામ - હમીરપર રોડ ઉપર ગત તા.19 ફેબ્રુઆરીના રોજ કિશન કોટન જીનિંગ ફેકટરી સામે જીજે - 36 - વી - 0302 નંબરના બોલેરો પિકઅપના ચાલકે બેફકરાઈથી પોતાનું વાહન ચલાવી જીજે - 03 - ઇજે - 9416 નંબરના બાઈક ચાલક સુરસિંહ કલેસ નામના મધ્યપ્રદેશના વતનીને હડફેટે લઈ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ ભુનાભાઈ ધનસિંહભાઈ કલેસ રહે.હાલ રોજીયા તા.ધ્રોલ, મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.