મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી શહેરી વિસ્તારમાં કતલખાનાઓ બંધ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામામાં જણાવાયુ છે કે આગામી મહા શિવરાત્રી પર્વ નિમિતે તા. ૨૬/૦૨/૨૦૨૫ના રોજ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ કતલખાનાઓ બંધ રાખવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.