8 શખ્સોને એલસીબીએ રંગેહાથ 2,70,500 ની રોકડ સહિત કુલ 3,45,500 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા
મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં આવેલા વિરાટ-2 કોમ્પ્લેક્ષમાં ચાલતા જુગારધામ પર મોરબી એલસીબીની ટીમે દરોડો પાડી 8 આરોપીઓને લાખો રૂપિયાની રોકડ સાથે ઝડપી પાડ્યા છે.
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં આવેલ વિરાટ-2 કોમ્પ્લેક્ષમાં પહેલા માળે સુપ્રતભાઈ ત્રિભુવનભાઈ પટેલ પોતાની કબજા ભોગવટાવાળી ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે રેઇડ કરી હતી. દરોડા દરમિયાન ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા સુપ્રતભાઈ ત્રિભુવનભાઈ સવસાણી,નિસીતભાઈ ધર્મેન્દ્રભાઈ રાજપરા,અક્ષયભાઈ જયંતીભાઈ વડસોલા,ભાવેશભાઈ રમેશભાઈ અગોલા, હાર્દીકભાઈ કાંતીભાઈ સંઘાણી,યસભાઈ રમેશભાઈ કાંજીયા, સંદીપભાઈ દિનેશભાઈ લોરીયા, કપીલભાઈ નરસીભાઈ ધુમલીયા એમ મળીને 8 શખ્સો ઝડપાયા હતા.આથી પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 2,70,500 અને 8 મોબાઈલ ફોન (કિંમત રૂપિયા 75,000) મળી કુલ રૂપિયા 3,45,500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.