Saturday - May 09, 2026

વાંકાનેર નજીકથી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

વાંકાનેર નજીકથી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે વઘાસિયા ટોલનાકા પાસેથી દેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને પકડી લઈ ૪૦૦ લીટર દારૂ કબ્જે કર્યો છે. આ સાથે અન્ય બે શખ્સોના નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વાંકાનેર સિટી પોલીસે બાતમીના આધારે વઘાસિયા ટોલનાકા પાસેથી મહિન્દ્રા TUV-૩૦૦ કાર રોકી તલાસી લેતા તેમાંથી દેશી દારૂ લીટર-૪૦૦/- કી.રૂ. ૮૦,૦૦૦/- મળી આવતા કુલ રૂ.૩,૧૧,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી દશરથભાઈ રમેશભાઈ કણઝરીયા ઉ.વ.૨૩ અને શામજી ઉર્ફે વિજય સુખાભાઇ સારલાને પકડી લીધા છે. જ્યારે પ્રાથમિક પૂછપરછમાં મેરામણ ઉર્ફે રાહુલ કણઝરીયા અને સની રહે. શનાળાવાળાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.