છુટા કરાયેલા કર્મચારીઓને ફરી નોકરી પર નિમણુક કરવા કલેક્ટર સમક્ષ રજુઆત
મોરબી : મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્ટાફ નર્સ અને સ્વીપરને નોકરી પરથી છુટા કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે આઉટસોર્સ,કોન્ટ્રેક્ટ કર્મચારી યુનિયન દ્વારા મોરબી જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સ્ટાફ નર્સ અને સ્વીપર છેલ્લા આઠ મહિનાથી નોકરીમાં ફરજ બજાવતા હતા. અને હાલ જિલ્લા પંચાયત મોરબી દ્વારા તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવ્યા છે. તેથી આ કર્મચારીઓને ફરી નોકરી પર નિમણુક આપવા મોરબી જિલ્લાના આઉટસોર્સના તમામ કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.